Advertisement

ભારત સરકારના FSSIએ આપેલી ગ્રાન્ટમાંથી AMCએ 619.61 લાખ વાપર્યા જ નહી

ભારત સરકારના FSSIએ આપેલી ગ્રાન્ટમાંથી AMCએ 619.61 લાખ વાપર્યા જ નહી

કેન્દ્રના FSSAI તરફથી મળેલી કુલ 765 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી AMC પબ્લિક હેલ્થ લેબોરેટરી (PHL)એ 619.61 લાખ રૂપિયાનો ખર્ચ જ કર્યો નથી. વર્ષ 2022-23માં મળેલા 684.40 લાખમાંથી માત્ર 114.79 લાખ જ ખર્ચાયા હતા, જ્યારે વર્ષ 2023-24માં મળેલા 80.60 લાખમાંથી ફક્ત 30.60 લાખનો જ ઉપયોગ થયો હતો. આ મામલો RTIમાં બહાર આવતા AMCની ગંભીર બેદરકારી સામે આવી છે.

આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતાં ફૂડ ટેસ્ટિંગ માટે જરૂરી આધુનિક સાધનો ખરીદવામાં આવ્યા નથી, જેના કારણે ફૂડ સેમ્પલોના મહત્વપૂર્ણ ટેસ્ટિંગ થઈ શકતા નથી. ખાસ કરીને પેસ્ટિસાઇડ અને હેવી મેટલ્સ જેવા ટેસ્ટ ન થતા હોવાના કારણે ફૂડ સેફ્ટી અંગે પ્રશ્નો ઉભા થયા છે.

આ પરિસ્થિતિને કારણે શહેરના લોકોને ભેળસેળયુક્ત અને અખાદ્ય ખોરાક ખાવા મજબૂર થવું પડે છે. નિષ્ણાતોના મતે AMC ફૂડ વિભાગની કામગીરી નબળી સાબિત થઈ છે અને યોગ્ય સાધનોના અભાવે જાહેર આરોગ્ય પર સીધી અસર પડી રહી છે.

Advertisement