બે દિવસમાં પકડાઈ દારૂની બીજી મહેફિલ, ડાયમંડ સીટી સુરતની હકીકત!!

બે દિવસમાં પકડાઈ દારૂની બીજી મહેફિલ, ડાયમંડ સીટી સુરતની હકીકત!!

ડાયમંડ સીટી સુરતનું નામ થોડાં દિવસથી સમગ્ર ગુજરાતમાં ડાયમંડની જેમ જડહળે છે. પણ એના ડાયમંડને લીધે નહિ, દારૂની જડહળતી પાર્ટીના લીધે. સુરતમાં દારૂની બીજી પાર્ટી ઝડપાઈ. ડુમસની રાજહંસ બેલીસા બિલ્ડીંગમાંથી છ કાપડ વેપારીઓની ધરપકડ અને 16 બોટલો બરામત. રાજહંસ બેલીઝા બિલ્ડીંગના ટાવર B નાં ફ્લેટ નંબર 1317માં ચાલી રહેલી મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડ્યાં. કોઈ પણ જાતની પરમીટ વિનાની વિદેશી દારૂની બોટલો ઝડપાઈ. 14 વિદેશી દારૂની બોટલ અને કાર સહીત 10,7000નો મુદ્દામાલ કબ્જે કરાયો. પહેલા 14 ઓગસ્ટ અને ત્યારબાદ આ પાર્ટી. ડાયમંડ સીટી સુરત ક્યાંક એના કારનામાને કારણે એની ચમક ખોઈ ન બેસે.