Advertisement

બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ? ફ્રાંસના પ્રમુખ મેક્રોનની પીએમ મોદીને ખાસ અપીલ

બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ? ફ્રાંસના પ્રમુખ મેક્રોનની પીએમ મોદીને ખાસ અપીલ


ઈન્ડિયા AI સમિટ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એક અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વના મુદ્દે વૈશ્વિક સ્તરે ભારતનો સાથ માંગ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે ભારત પણ બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી બચાવવા માટે ફ્રાન્સ જેવી કડક નીતિ અપનાવે.15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પ્રતિબંધની તૈયારી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે, 'ફ્રાન્સ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે. ગ્રીસ, સ્પેન અને અન્ય યુરોપિયન દેશો પણ આ પહેલમાં ભાગ લઈ રહ્યા છે, અને ભારત પણ તેમાં જોડાય તેવી અપેક્ષા છે. મને ખબર છે, વડાપ્રધાન મોદી તમે પણ આ પહેલમાં જોડાઓ છો. જો ભારત પણ બાળકો રક્ષણ માટેના આવા પગલામાં જોડાય તો તે ખૂબ જ સારા સમાચાર હશે. બાળકોનું રક્ષણ કરવું એ ફક્ત નિયમો બનાવવાની બાબત નથી, પરંતુ સભ્યતાની બાબત છે.'


ભારત માટે આ અપીલ કેમ મહત્ત્વની?


ઓસ્ટ્રેલિયા પહેલા જ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી ચૂક્યું છે. જો ભારત પણ ફ્રાન્સની આ પહેલમાં જોડાય છે, તો તે વિશ્વના સૌથી મોટા યુવા વસ્તી ધરાવતા દેશમાં સોશિયલ મીડિયાના વપરાશમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે. મેક્રોને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પીએમ મોદી પણ બાળ સુરક્ષાના આ મહત્ત્વના પગલામાં સહમત થશે.

Advertisement