Advertisement

બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય: મમતાના ગઢમાં પહેલીવાર લહેરાયો ‘ભગવો’, જાણો આ જીતના 5 અસલી હીરો

બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય: મમતાના ગઢમાં પહેલીવાર લહેરાયો ‘ભગવો’, જાણો આ જીતના 5 અસલી હીરો

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં 'ખેલા હોબે'ના નારા વચ્ચે આ વખતે મમતા બેનર્જીનું બંગાળી કાર્ડ નિષ્ફળ સાબિત થયું હોય તેમ જણાય છે. ચૂંટણી પંચના વલણો મુજબ, ભાજપ 144 બેઠકો પર લીડ કરી રહ્યું છે, જ્યારે TMC માત્ર 76 બેઠકો પર સમેટાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે, મમતા બેનર્જી પોતાના ગઢ ગણાતા ભવાનીપુરથી પણ હારી શકે છે.


બંગાળના સ્થાનિક નેતાઓ શુભેન્દુ અધિકારી અને દિલીપ ઘોષની મહેનત તો છે જ, પરંતુ આ જીતમાં બીજા રાજ્યોથી આવેલા 5 એવા દિગ્ગજ નેતાઓ છે, જેઓ ભાજપના સાઇલન્ટ હીરો બનીને ઉભર્યા છે:


ભૂપેન્દ્ર યાદવ: ચૂંટણી મેનેજમેન્ટના એક્સપર્ટ અને અમિત શાહના વિશ્વાસુ.

મંગલ પાંડે: રાજ્ય પ્રભારી તરીકે સંગઠનને નવી દિશા આપી.

સુનીલ બંસલ: બૂથ લેવલ પર કાર્યકરોને સક્રિય કરી મજબૂત રણનીતિ ઘડી.

બિપ્લબ કુમાર દેબ: સક્રિય સહ-પ્રભારી તરીકે જમીની સ્તરનું સતત નિરીક્ષણ કર્યું.

અમિત શાહ: સમગ્ર ચૂંટણી અભિયાનના મુખ્ય સૂત્રધાર અને માર્ગદર્શક.


બંગાળની જમીન પર તૃણમૂલ કોંગ્રેસના મૂળિયાં હચમચાવી દેવામાં ભાજપના આ પાંચ યોદ્ધાઓએ જે રીતે 'સાઇલન્ટલી' કામ કર્યું છે, તે રાજકીય ઇતિહાસમાં એક મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.

Advertisement