સુરતના એક ATM ટ્રાન્ઝેક્શનની સામાન્ય લાગતી ભૂલ અંતે બેંક માટે ભારે પડી છે. વર્ષ 2017માં એક ગ્રાહકે ₹10,000 ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોકડ ન મળતાં છતાં તેના ખાતામાંથી રકમ ડેબિટ થઈ ગઈ હતી. વારંવાર ફરિયાદો અને ઈમેઈલ છતાં કોઈ ઉકેલ ન મળતાં અંતે ગ્રાહકે કન્ઝ્યુમર ફોરમનો દરવાજો ખટખટાવ્યો હતો. લાંબી કાનૂની લડત બાદ આયોગે બેંક ઓફ બરોડાને મૂળ રકમ વ્યાજ સાથે પરત કરવા, વિલંબ માટે દરરોજ ₹100નું વળતર ચૂકવવા તથા અન્ય ખર્ચ સહિત કુલ મળીને આશરે ₹3 લાખથી વધુ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસ ATM સિસ્ટમમાં ખામી અને ગ્રાહક સેવા પ્રત્યેની બેદરકારીનું મોટું ઉદાહરણ બની રહ્યો છે.
ATMમાં ટેકનિકલ ગડબડથી લાગી લોટરી! ₹10 હજાર માંગ્યા, ₹3 લાખ મળી ગયા