Advertisement

અનુસ્નાતક સંસ્કૃત વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના રૂ. 92,200ના આર્થિક સહયોગથી સ્માર્ટ ક્લાસમાં AC અને નવીનીકરણની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

અનુસ્નાતક સંસ્કૃત વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના રૂ. 92,200ના આર્થિક સહયોગથી સ્માર્ટ ક્લાસમાં AC અને નવીનીકરણની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા 'સંધાન' એલ્યુમનાઈ મીટ અંતર્ગત ગત તારીખ 22/02/2026ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું હતું. આ કાર્યક્રમ યુનિવર્સિટીના યશસ્વી કુલપતિ ડૉ. નિરંજન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


કાર્યક્રમ દરમિયાન વિભાગના ઉત્કર્ષ માટે 'ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન'ની વિધિવત રચના કરવામાં આવી હતી. સર્વસંમતિથી પ્રમુખ તરીકે ડૉ. વિપુલભાઈ શ્રીમાળી, ઉપપ્રમુખ તરીકે ડૉ. પરેશભાઈ પારેખ, મંત્રી તરીકે ડૉ. પ્રિયંક રાવલ, સહમંત્રી તરીકે ડૉ. પરેશભાઈ પારેખ, ખજાનજી: ડૉ. શૈલેષભાઇ રાઉલજી, કારોબારી સભ્યો: ડૉ. વિનય પટેલ, ડૉ. જગમાલભાઈ, ડૉ. દિવ્યનાથ અને ડૉ. શ્રધ્ધાબેન તરીકે વરણી થઈ હતી. 


વર્ષ 2025-26 દરમિયાન વિભાગના 16 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉમદા અભિગમ દાખવી રૂ. 92,200ની આર્થિક સહાય એકત્ર કરી હતી અને તેમના દ્વારા આ નિધિમાંથી સંસ્કૃત વિભાગના રૂમ નં-32 (સ્માર્ટ ક્લાસ)માં બે એર કંડિશનર (AC) અને કલર કામ કરાવી વિભાગના આધુનિકીકરણમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આગામી વર્ષોમાં પણ વિભાગને એકેડમિક, એડમિનિસ્ટ્રેટિવ અને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટેનું સુવ્યવસ્થિત આયોજન વિચારવામાં આવ્યું હતું.

ડૉ. નિરંજન પટેલ (કુલપતિ)અધ્યક્ષિય ઉદબોધનમાં તેમણે સંસ્કૃત વિભાગની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની અમૂલ્ય સંપત્તિ છે અને તેમનું માર્ગદર્શન આગામી પેઢી માટે દીવાદાંડી સમાન બની રહેશે.


શ્રી શંકરભાઇ રાઠવા (વિશેષ અતિથિ): વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાઠવાએ પોતાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે વિદ્યાનગરની પવિત્ર ભૂમિ અને સરદાર સાહેબના આદર્શોને જીવંત રાખવા એ આપણી નૈતિક ફરજ છે.

સમગ્ર કાર્યક્રમ વિભાગના કાર્યકારી અધ્યક્ષ મહેન્દ્ર નાયીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન ડૉ. પ્રિયંક રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં દેવાંશી ભિન્ડેએ આભાર વિધિ કરી હતી. આ મિલનમાં અંદાજે 40 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી જૂની યાદો તાજી કરી હતી.

Advertisement