Advertisement

અમિત શાહનું બજેટ પર મોટું નિવેદન: "આ બજેટ વિકસિત ભારતના નિર્માણનો મજબૂત રોડમેપ છે"

અમિત શાહનું બજેટ પર મોટું નિવેદન: "આ બજેટ વિકસિત ભારતના નિર્માણનો મજબૂત રોડમેપ છે"

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય બજેટ 2026નું સ્વાગત કર્યું છે. શાહે જણાવ્યું કે આ બજેટ વિકસિત ભારતના નિર્માણ માટે સ્પષ્ટ અને દુરદર્શી રોડમેપ રજૂ કરે છે. બજેટ આગામી 25 વર્ષ માટે દેશના સર્વાંગી વિકાસની દિશા નક્કી કરે છે.


તેમણે કહ્યું કે આ બજેટથી યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના સપનાઓ સશક્ત બનશે અને રોજગાર, શિક્ષણ તથા આવકના નવા અવસર ઊભા થશે. સાથે જ માળખાગત સુવિધાઓમાં પણ નોંધપાત્ર વધારો થશે, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળશે.


અમિત શાહે આ ઐતિહાસિક બજેટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ બજેટ આત્મનિર્ભર અને વિકસિત ભારત તરફનું મજબૂત પગલું છે.

Advertisement