Advertisement

અમદાવાદના બાપુનગરમાં તોડફોડનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનો નિશાને

અમદાવાદના બાપુનગરમાં તોડફોડનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનો નિશાને

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ તોડફોડ અને હુમલો કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. પેરોલ પર બહાર આવેલા રીઢા ગુનેગારે તેના સાગરીતો સાથે મળી ભાજપના કોર્પોરેટરની ઓફિસ તેમજ આસપાસ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી અને એક વૃદ્ધ પર લોખંડની પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.

માહિતી મુજબ, આ હિંસક ઘટનાનું મૂળ કારણ જેલમાં થયેલી ઓળખાણ અને પૈસાની ઉઘરાણી હોવાનું સામે આવ્યું છે. આરોપી જીગર કાઠીયાવાડી અને ફરિયાદીના પુત્ર વચ્ચે અગાઉ ઘર્ષણ થયું હતું, જેના કારણે જૂની અદાવત રાખીને આરોપીઓએ મોડી રાત્રે ઘરે ઘૂસી તોડફોડ મચાવી હતી.

આરોપીઓએ ભાજપ કોર્પોરેટરની ઓફિસને નિશાન બનાવી તિજોરી, બોર્ડ અને શેડને નુકસાન પહોંચાડ્યું હતું. દેવાંગ ન મળતા તેના પિતા નલીનભાઈને ધમકી આપી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો સક્રિય થઈ ગઈ છે.

Advertisement