Advertisement

અમદાવાદમાં ‘અજય મોદી ટ્રાવેલ્સ’ના નામે 33.87 લાખની ઠગાઈ, મહિલા સામે ફરિયાદ

અમદાવાદમાં ‘અજય મોદી ટ્રાવેલ્સ’ના નામે 33.87 લાખની ઠગાઈ, મહિલા સામે ફરિયાદ

અમદાવાદમાં ‘અજય મોદી ટ્રાવેલ્સ’ના નામે 33.87 લાખ રૂપિયાની મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે, જેમાં ગાંધીનગરમાં કમિશન બેઝ પર કામ કરતી એક મહિલાએ કસ્ટમર્સ સાથે છેતરપિંડી કરી હતી. આરોપી મહિલાએ એવો કૌભાંડ રચ્યો હતો કે ગ્રાહકો QR કોડ સ્કેન કરે ત્યારે નામ ‘અજય મોદી ટ્રાવેલ્સ’નું જ દેખાતું, પરંતુ પૈસા સીધા તેના પોતાના બેંક ખાતામાં જમા થતા હતા.

આ મામલે કંપનીના સંચાલક આલાપભાઈ મોદીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તપાસમાં સામે આવ્યું કે આરોપી ઉન્નતિ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી કમિશન આધારિત કામ કરતી હતી, પરંતુ વિશ્વાસનો ભંગ કરીને કંપનીના નામે આવનારા પૈસા પોતાના ખાતામાં લેવા લાગી હતી.

આ છેતરપિંડીનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ફ્લાઇટ બુકિંગ રદ થતા ગ્રાહકોએ રિફંડ માગ્યો અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લાખો રૂપિયા કંપની સુધી પહોંચ્યા જ નથી. કંપનીની પ્રતિષ્ઠા બચાવવા આલાપભાઈએ પોતાના ખિસ્સામાંથી ગ્રાહકોને રિફંડ આપ્યો છે અને હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement