Advertisement

આણંદના સરદાર ગંજ નજીક કોમ્પલેક્ષમાં A.C માં આગ, ફાયર બ્રિગેડની તત્પરતાથી મોટો અકસ્માત ટળ્યો

આણંદના સરદાર ગંજ નજીક કોમ્પલેક્ષમાં A.C માં આગ, ફાયર બ્રિગેડની તત્પરતાથી મોટો અકસ્માત ટળ્યો

આણંદના સરદાર ગંજ નજીક આવેલા એક કોમ્પલેક્ષમાં આજે સવારે લગભગ 9:45 વાગ્યે રુદ્ર સેલ્સ નામની દુકાનમાં A.C માં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ કરમસદ-આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફે ઝડપથી કામગીરી હાથ ધરી હતી, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

Advertisement