આણંદમાં સરકારી કચેરીઓમાં કામ કરાવવા જતા અરજદારોને વચેટિયાઓ અને બિનઅધિકૃત એજન્ટોથી બચાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ ગમારાએ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 37(4) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે.

આ જાહેરનામા મુજબ, આણંદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્ય દરવાજાની આસપાસ 100 મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અને ઊભા રહેવા પર પ્રતિબંધ મુકાયો છે.

કચેરીમાં આવતા અરજદારોને કામ કરાવી આપવાની લાલચ આપીને કેટલાક વચેટિયાઓ ગેરમાર્ગે દોરતા હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એટલે હવે સરકારી કામ માટે કચેરીએ જનાર વ્યક્તિ સિવાયના બિનઅધિકૃત એજન્ટ કે વચેટિયા કચેરીના મુખ્ય ગેટથી 100 મીટરની ત્રિજ્યામાં પણ ઊભા રહી શકશે નહીં.

જોકે, સરકારી કચેરીના કર્મચારીઓ અને પોતાનું સરકારી કામ કરાવવા આવેલા અરજદારોને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.

આ જાહેરનામું 23 ઓક્ટોબર 2026 સુધી સમગ્ર આણંદ જિલ્લામાં અમલમાં રહેશે.

અને હા…

આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

એટલે સરકારી કામ માટે કચેરીએ જાઓ ત્યારે…

વચેટિયાના ચક્કરમાં પડવાને બદલે સીધા સંબંધિત કચેરીનો સંપર્ક કરો.