આણંદ: વોર્ડ નં. 8માં વિજય તિલક સાથે ભાજપના ઉમેદવારોનો ભવ્ય પ્રચાર

આણંદ: વોર્ડ નં. 8માં વિજય તિલક સાથે ભાજપના ઉમેદવારોનો ભવ્ય પ્રચાર

આણંદ:આણંદ નગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે વોર્ડ નં. 8માં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ઉમેદવારો દ્વારા આજે કેસરીયા માહોલ વચ્ચે પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉમેદવારોએ વિજય તિલક લગાવીને મતદારોના આશીર્વાદ લીધા હતા અને ભવ્ય પદયાત્રા યોજી હતી.


સ્થાનિક રહીશો દ્વારા ઠેર-ઠેર ઉમેદવારોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિકાસના મુદ્દે મતોની અપીલ સાથે ભાજપના પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. લોકસંપર્ક દરમિયાન ઉમેદવારોએ વિસ્તારના પ્રશ્નો સાંભળ્યા હતા અને આગામી સમયમાં સર્વાંગી વિકાસની ખાતરી આપી હતી.