આણંદ શહેરના વોર્ડ નં. 13 ખાતે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ભવ્ય આરંભ ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો. કાર્યાલયના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હાજર લોકોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્ર સંબોધન લાઈવ નિહાળ્યું હતું, જેને લઈને કાર્યકરોમાં વિશેષ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની નોંધપાત્ર હાજરી જોવા મળી, સંબોધન દરમિયાન ઉપસ્થિત લોકોમાં દેશપ્રેમ અને વિકાસ પ્રત્યેની ભાવના સ્પષ્ટ જોવા મળી હતી. સમગ્ર વાતાવરણ ભાજપાના સમર્થનમાં ગુંજી ઉઠ્યું હતું અને આવનારી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ કાર્યકરોમાં ઝલક્યો હતો.