આણંદ-કરમસદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ખાણીપીણીના એકમો સામે લાલ આંખ કરી છે.

આણંદ-કરમસદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ખાણીપીણીના એકમો સામે લાલ આંખ કરી છે.

આણંદ-કરમસદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ખાણીપીણીના એકમો સામે લાલ આંખ કરી છે.

શહેરમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં, તે ચકાસવા માટે મનપા દ્વારા વિવિધ હોટેલ, બેકરી અને મીઠાઈની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન જાણીતી મીઠાઈની દુકાનો અને ફૂડ આઉટલેટ્સમાં નિયમભંગ અને બેદરકારી સામે આવી હતી.

આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય એકમોમાં સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીની ગુણવત્તા તેમજ જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી.

તપાસ દરમિયાન એક બેકરીમાં વેચાણ માટે રાખવામાં આવેલી કેક પર મેન્યુફેક્ચરિંગ ડેટ દર્શાવવામાં આવી ન હતી.

એટલું જ નહીં, ખાદ્ય પદાર્થો બનાવતા અને પીરસતા કર્મચારીઓ પાસે જરૂરી હેલ્થ સર્ટિફિકેટનો પણ અભાવ જોવા મળ્યો હતો. સાથે જ સ્થળ પર સ્વચ્છતાના નિયમોનું યોગ્ય પાલન ન થતું હોવાનું પણ સામે આવ્યું હતું.

આ ગંભીર બેદરકારીને પગલે મનપાના આરોગ્ય વિભાગે ચાર પ્રતિષ્ઠિત એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે.

જેમાં સુખડિયા સ્વીટ એન્ડ ફરસાણ, સિલ્વર ડ્રેગન ચાઈનીઝ, Dangee Dums અને કભી બીનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહીમાં

સુખડિયા સ્વીટ એન્ડ ફરસાણ પાસેથી 25 હજાર રૂપિયા,

સિલ્વર ડ્રેગન ચાઈનીઝ પાસેથી 10 હજાર રૂપિયા,

કભી બી પાસેથી 10 હજાર રૂપિયા

અને Dangee Dums પાસેથી 5 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

એટલે કે મનપાના આરોગ્ય વિભાગે કુલ 50 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

મહત્વનું છે કે, ખાદ્ય પદાર્થો સાથે બેદરકારી સીધી રીતે લોકોના આરોગ્ય સાથે જોડાયેલી છે. ત્યારે મનપાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ કરનાર કોઈપણ એકમને છોડવામાં નહીં આવે.

આગામી દિવસોમાં પણ આવી તપાસ યથાવત્ ચાલુ રાખવામાં આવશે અને ખાણીપીણીના વેપારીઓને પણ નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

હવે જોવાનું એ રહેશે કે મનપાની આ કાર્યવાહી બાદ શહેરની બેકરી, હોટેલ અને મીઠાઈની દુકાનોમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમો કેટલા કડકાઈથી અમલમાં આવે છે.