Advertisement

આણંદ ખાતે યોજાયું મતદાર જાગૃતિ અભિયાન

આણંદ ખાતે યોજાયું મતદાર જાગૃતિ અભિયાન


આણંદ, ગુરૂવાર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા શાળા નંબર 13 ના વિદ્યાર્થીઓ દ્વારા આજે માનવ સાંકળ રચીને મતદારોને મતદાન કરવા પ્રેરાય તે માટે ખાસ અપીલ કરી હતી, આ માનવ સાંકળ તે માત્ર હાથોની સાંકળ નથી, પરંતુ લોકશાહીને મજબૂત કરવાની એક અતૂટ કડી છે તેમ ચૂંટણી અધિકારી શ્રી મેહુલ પટેલએ જણાવ્યું હતું.


ચૂંટણી અધિકારી શ્રી એ વધુમાં જણાવ્યું કે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી એ માત્ર પ્રક્રિયા નથી, પણ આપણા શહેરના ભવિષ્યને બનાવવાનો એક ઉત્સવ છે.

 

તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે ભલે તમે આજે વોટ આપી શકતા નથી, પણ તમારી આ પહેલ મતદારોને મત આપવા પ્રેરાય તે માટે યાદ કરાવશે. તમારી એક અપીલ અનેક પરિવારોને મતદાન મથક સુધી ખેંચી લાવશે.


હું ચૂંટણી અધિકારી તરીકે તમામ વાલીઓ અને નગરજનોને વિનંતી કરું છું કે, આ બાળકોના ઉત્સાહને માન આપીને આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાના ચૂંટણીમાં અચૂક મતદાન કરો.


તમારો એક વોટ એ વિકસિત મહાનગરપાલિકાનો પાયો છે. આપણે સાથે મળીને આ લોકશાહીના પર્વને સફળ બનાવીએ તેમ ચૂંટણી અધિકારી શ્રી એ મતદારોને મતદાનના દિવસે અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. 

Advertisement