આણંદ જિલ્લામાં વિરોધ વચ્ચે 1.86 લાખ સ્માર્ટ મીટર બેસાડયાં

આણંદ જિલ્લામાં વિરોધ વચ્ચે 1.86 લાખ સ્માર્ટ મીટર બેસાડયાં

આણંદ જિલ્લામાં એમજીવીસીએલ દ્વારા પ્રિોઈડ ડિજિટલ સ્માર્ટ મીટર કાર્યરત કરવાના પ્રારંભિક તબક્કામાં વિરોધ કરાતો હતો. જાડે પ્રજાજનોના વિરોધને ખાળવા માટે વડી કચેરી દ્વારા સરકારી ઓફિસોમાં વીજમીટર લગાવવાનો આવ્યા બાદ નવા વીજ જોડાણોમાં સ્માર્ટ મીટર કાર્યરત કર્યા હતા.ત્યારબાદ સ્થાનિક પરિવારોના ઘરે મીટર બેસાડવાની કામગીરી હાથ ધરી હતી. જિલ્લામાં 186642 સ્માર્ટ મીટરો ઈન્સ્ટોલ કરાયા છે.

એમજીવીસીએલ ટીમોએ લોકોમાં ઊભી થયેલી ગેરમાન્યતાઓ દૂર કરી વિશ્વાસને પુનઃ પ્રસ્થાપિત કરવાના પ્રયાસ વચ્ચે નવા વીજ કનેકશનમાં સ્માર્ટ થીજ બીટય કાર્યરત કરવામાં આવી રહ્યા છે.જેમાં આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં સિંગલ ફેઝમા 140107 જીપીઆરએસ, (જનરલ પ્રોટેશન રેડિયો સર્વિસ) હોળ તેમજ આરએફ (રેડિયો ફઇવન્સી) શ્રેણીમાં 28701 જોડાણોમાં તેમજ થ્રીફેજ જીપીઆરએસ 7636 અને ઓઆરએપ 1041 મળી 186,642 વીજ જોડાણમાં પ્રોપટ સ્માર્ટ પીજમીટર ઇન્સ્ટોલ કરાયા છે.