Advertisement

આણંદ જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એપ્રિલ માસ દરમિયાન ૪૭ વેપારીઓ સામે વજન-માપના નિયમભંગ બદલ રૂ.1.50 લાખનો વસૂલ કરાયો દંડ

આણંદ જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એપ્રિલ માસ દરમિયાન ૪૭ વેપારીઓ સામે વજન-માપના નિયમભંગ બદલ રૂ.1.50 લાખનો વસૂલ કરાયો દંડ

આણંદ : આણંદ જિલ્લાના મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એપ્રિલ-૨૦૨૬ દરમિયાન સઘન કામગીરી કરવામાં આવી છે. આ માસ દરમિયાન જિલ્લાના કુલ ૨૫૨ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી કરવામા આવી જે માટે આ એકમો પાસેથી  કુલ રૂ.૨,૨૦,૯૦૫  ની ચકાસણી ફી વસૂલ કરવામાં આવી છે. 


આણંદના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા જિલ્લાના ૧૩૧ વેપારી એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમા કુલ ૪૭ વેપારીઓ 'લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯' હેઠળ નિયમભંગ કરતા ઝડપાયા હતા.

જે પૈકી વજન-માપના સાધનો સંબંધિત ૪૩ કેસમાં રૂ.૬૦,૦૫૦ અને પેકેજ્ડ કોમોડિટીના ૦૪ કેસમાં રૂ. ૯૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૫૦,૦૫૦  ની દંડકીય રકમ વસૂલ કરવામાં આવી છે.


આ કાર્યવાહી દરમિયાન વજનમાં ઓછું આપવું, સાધનોનું સમયસર મુદ્રાંકન ન કરાવવું, પેકેજ પરની કિંમતમાં ચેડાં કરવા, જરૂરી નોંધણી વગર પેકેજ્ડ વસ્તુઓનું વેચાણ કરવું તેમજ ઇલેક્ટ્રોનિક કાંટાના ટેસ્ટિંગ માટે સ્ટાન્ડર્ડ વજન ન રાખવા જેવી ગંભીર ગેરરીતિઓ જોવા મળી. જેને ધ્યાનએ લઇ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા આ એકમો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.


જિલ્લાના મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા આણંદ જિલ્લાના ગ્રાહકોને આવી કોઈ પણ છેતરપિંડી જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨/ ૧૪૪૩૭ /૧૯૧૫ પર સંપર્ક કરવા અથવા aclm-and@gujarat.gov.in પર ઈ-મેઈલ દ્વારા ફરિયાદ નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement