Advertisement

આણંદ જિલ્લામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૨.૯૭% અને વિજ્ઞાન પ્રવાહમાં ૭૮.૪૯% પરિણામ

આણંદ જિલ્લામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૨.૯૭% અને વિજ્ઞાન પ્રવાહમાં ૭૮.૪૯% પરિણામ


આણંદ, સોમવાર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 


આ પરિણામોમાં આણંદ જિલ્લાના સામાન્ય પ્રવાહના પરિણામમાં રાજ્યના સરેરાશ પરિણામની સરખામણીએ આણંદ જિલ્લામાં વધારો જોવા મળ્યો છે. 


સમગ્ર રાજ્યનું સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૨.૭૧% નોંધાયું છે, જેની સામે આણંદ જિલ્લાએ ૯૨.૯૭% પરિણામ મેળવ્યું છે. 


સામાન્ય પ્રવાહમાં જિલ્લાના કુલ ૬૬ વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ 'A1' ગ્રેડ હાંસલ કર્યો છે, જ્યારે ૬૧૯ વિદ્યાર્થીઓએ 'A2' ગ્રેડ મેળવ્યો છે.


           બીજી તરફ, વિજ્ઞાન પ્રવાહના પરિણામો પર નજર કરીએ તો, રાજ્યનું કુલ પરિણામ ૮૪.૩૩% આવ્યું છે, જેની સરખામણીએ આણંદ જિલ્લાનું પરિણામ ૭૮.૪૯% નોંધાયું છે. 


વિજ્ઞાન પ્રવાહમાં આણંદ જિલ્લાના કુલ ૭૨ તેજસ્વી વિદ્યાર્થીઓએ 'A1' ગ્રેડ, જ્યારે ૩૨૨ વિદ્યાર્થીઓએ 'A2' ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.      


         આમ, સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ મળીને આણંદ જિલ્લાના કુલ ૧૩૮ વિદ્યાર્થીઓએ 'A1' ગ્રેડ મેળવ્યો છે. 

Advertisement