આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષા જિલ્લામાં શાતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહેલ છે.
આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ આજે ત્રીજા દિવસે સવારે ધોરણ 10 માં વિષય- વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં કુલ વિદ્યાર્થી 30518 જેમાંથી હાજર વિદ્યાર્થી 30010, ગેર હાજર 508 અને ધોરણ ૧૨ માં સંસ્કૃત પ્રથમ, ગણિત વિષયમાં કુલ વિદ્યાર્થી ૨૯ જેમાંથી કોઈ પણ વિદ્યાર્થી ગેર હાજર રહેલ નથી.
બપોર બાદ ધોરણ 12 માં નોંધાયેલા કુલ 12919 વિદ્યાર્થીઓ પૈકી વિજ્ઞાન પ્રવાહમાં 36, સામાન્ય પ્રવાહમા 63 અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં 04 મળીને કુલ 103 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં.
આમ, સવારે ધોરણ 10 અને ધોરણ 12 માં 508 તથા બપોર બાદ ધોરણ 12 માં 103 મળીને કુલ 611 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે.
વધુમાં આણંદ જિલ્લામાં આજે ત્રીજા દિવસ સુધીમાં પરીક્ષા દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા માં કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી.