Advertisement

આણંદ, બોરસદ અને પેટલાદમાં વીજ ચોરી સામે કડક કાર્યવાહી, લાખો રૂપિયાનો દંડ ફટકારાયો

આણંદ, બોરસદ અને પેટલાદમાં વીજ ચોરી સામે કડક કાર્યવાહી, લાખો રૂપિયાનો દંડ ફટકારાયો

આણંદના વીજ તંત્રએ સ્પેશિયલ ડ્રાઈવ રાખીને આણંદ શહેર,બોરસદ,પેટલાદ પંથકમાં દરોડા પાડીને 32 વિજચોરોને રંગેહાથ ઝડપી પાડયા હતા.ત્યારે લેબોરેટરીમાં વિજ મીટરો મોકલવામાં આવતા કુલ 11274 યુનિટની ચોરી થઇ હોવાનું ખુલતા રૂ.4.1લાખ ઉપરાંત રકમનો દંડ ફટકાર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેર સહિત પેટલાદ પંથકમાં વીજ ચોરી થતી હોવાની ફરિયાદોને પગલે તંત્રએ ઝુંબેશ હાથ ધરાઈ છે.ત્યારે તંત્રએ 32 ટીમો બનાવીને સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવ્યો હતો.


ઠંડીમાં વહેલી સવારે પોલીસ બંદોબસ્ત મળતાની સાથે ટીમોએ ખેતીવાડી ઔદ્યોગિક સહિત અન્ય કુલ 360 વીજ મીટર તપાસવામાં આવ્યાં હતા.આ સમયે વીજ વાયરમાંથી ડાટરેકટ લંગર નાંખીને વીજ ચોરી કરતા ઝડપી પાડીને વિજ મીટરોને લેબોરેટરી ખાતે મોકલી આપ્યા હતા.જેની તપાસ દરમિયાન કુલ 11274 યુનિટ ચોરી થઈ હોવાનું ખુલવા પામતા તંત્ર ચોકીં ઉઠયું હતું.જેના ભાગરૂપે વિજ અધિનિયમ મુજબ 32 વીજ ધારકોને વીજ ચોરી કરવા બદલ રૂ 4.1 લાખ ઉપરાંત દંડ ફટકાર્યો છે.છતાં પણ દંડ ભરવામાં નહીં આવે તો કોર્ટ કાર્યવાહી હાથ ધરવાની ચીમકી ઉચ્ચારી છે

Advertisement