આણંદ અમૂલ ડેરીમાં સ્ક્રેપ વચ્ચે અચાનક દેખાયો ‘ખતરનાક મહેમાન’… 4 ફૂટનો ઝેરી કોબ્રા! 🐍
આણંદ અમૂલ ડેરીના સ્ક્રેપ યાર્ડમાં મંગળવારે, 22 સપ્ટેમ્બરે આશરે 4 ફૂટ લાંબો કોબ્રા એટલે કે નાગ સાપ દેખાતા સિક્યુરિટી સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.
સ્ક્રેપ વચ્ચે ઝેરી સાપ હોવાની જાણ થતાં સિક્યુરિટી સ્ટાફે સમય બગાડ્યા વગર વલ્લભ વિદ્યાનગરની નેચર હેલ્પ ફાઉન્ડેશનને જાણ કરી.
માહિતી મળતાં જ ફાઉન્ડેશનના વોલન્ટિયર યશ શાહ ઘટનાસ્થળે પહોંચ્યા.
ત્યારબાદ શરૂ થયું સાવચેતીભર્યું રેસ્ક્યુ ઓપરેશન…
યશ શાહે સુરક્ષિત રીતે કોબ્રાને પકડી લીધો અને તેને કોઈ નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી.
રેસ્ક્યુ બાદ આ ઝેરી કોબ્રાને યોગ્ય કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો.
સમયસર જાણકારી અને યોગ્ય રેસ્ક્યુના કારણે એક તરફ લોકોની સુરક્ષા જળવાઈ, તો બીજી તરફ સાપનો જીવ પણ બચી ગયો.
સ્ક્રેપના ઢગલા વચ્ચે છુપાયેલા આ ‘નાગરાજ’ને સુરક્ષિત રીતે કુદરતના ખોળે પરત મોકલી દેવાયો.