Advertisement

આણંદ: અમીયાદ ગામની રૂ. ૪.૫૦ લાખની વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ગણતરીના દિવસોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ સાથે એક આરોપી ઝડપાયો

આણંદ: અમીયાદ ગામની રૂ. ૪.૫૦ લાખની વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ગણતરીના દિવસોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ સાથે એક આરોપી ઝડપાયો

બોરસદ: આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના અમીયાદ ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં વિરસદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ વણશોધાયેલ ગુનાનો પર્દાફાશ કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે અને ફળીયામાં જ રહેતા એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


શું હતો સમગ્ર મામલો?

ગત તારીખ ૦૯/૦૫/૨૦૨૬ ના રોજ અમીયાદ ગામે રાત્રીના સમય દરમ્યાન એક રહેણાક મકાનના પાછળના ભાગની બારીનો દરવાજો તોડી અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. તિજોરીમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૪,૫૦,૦૦૦/- ની મત્તાની ચોરી થતાં આ અંગે વિરસદ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. (BNS) કલમ ૩૩૧(૪), ૩૦5(એ) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.


ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક્શન મોડમાં પોલીસ

આ અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીને ઝડપી પાડવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા આણંદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જી.જી.જસાણી સાહેબ નાઓએ ખાસ સુચના આપી હતી. જેના આધારે ખંભાત વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ વિરસદ પો.ઇન્સ. શ્રી એન.એમ.રામી સાહેબ દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.


ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પકડાયો આરોપી

વિરસદ પોલીસની ટીમો હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ માધ્યમોની મદદથી આરોપીની શોધખોળમાં હતી. તે દરમ્યાન ચોક્કસ માહિતી મળી હતી કે આ ચોરી ફરિયાદીના ફળીયામાં જ રહેતા શખ્સે કરી છે. જેના આધારે પોલીસે મયુરકુમાર કમલેશભાઇ ગણેશભાઇ રોહીત (રહે. અમીયાદ આઝાદ ચોક, તા. બોરસદ, જી. આણંદ) ને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ-પ્રયુક્તિપૂર્વક પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબુલાત કરી હતી.


રૂ. ૪,૫૦,૦૦૦/- નો તમામ મુદ્દામાલ રીકવર

પોલીસે પકડાયેલા આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ. ૪,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ ૧૦૦% રીકવર કરી લીધો છે.


રીકવર કરાયેલ મુદ્દામાલની વિગત:

સોનાની ચેઇન (દોરો) નંગ-૦૧ (કિંમત રૂ. ૫૫,૦૦૦/-)

સોનાની પાટલી (ચુડી) નંગ-૦૧ (કિંમત રૂ. ૫૫,૦૦૦/-)

સોનાની ડબલ ઝુમ્મરવાળી બુટ્ટી જોડ-૦૧ (કિંમત રૂ. ૫૫,૦૦૦/-)

સોનાની કડી નંગ-૦૧ (કિંમત રૂ. ૨૫,૦૦૦/-)

ચાંદીના છડા જોડ-૦૨ નંગ-૦૪ (કિંમત રૂ. ૯૦,૦૦૦/-)

ચાંદીના કમર જુડા નંગ-૦૩ (કિંમત રૂ. ૯૦,૦૦૦/-)

ચાંદીની નાની બંગડી નંગ-૦૨ તથા મોટી લક્કી નંગ-૦૧ (કિંમત રૂ. ૨૪,૦૦૦/-)

રૂપીયા ૫૦૦ ના દરની ચલણી નોટો નંગ-૧૧૨ (રોકડા રૂ. ૫૬,૦૦૦/-)


કામગીરી કરનાર ટીમ:

આ સફળ કામગીરી વિરસદ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી એન.એમ.રામી, ASI વિરલસિંહ બહાદુરસિંહ, ASI રીયાઝખાન રસીદભા, APC રસિકભાઇ શનાભાઇ, ULR સંદિપભાઇ અરવિંદભાઇ તથા ULR નિકુલભાઇ દિનેશભાઇની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement