મેષ
આજે આર્થિક પરેશાનીઓથી રાહત મળશે, અગાઉ લીધેલા ઋણની ચૂકવણીમાં સફળ રહેશો. વિદ્યાર્થીઓને આજે શિક્ષકોના સહયોગની આવશ્યકતા રહેશે. જીવનસાથીની પ્રગતિ જોઇ પ્રસન્ન રહેશો
વૃષભ
આજે પરિવારમાં વિવાહ યોગ્ય સભ્યના લગ્ન થઇ શકે છે, જેનાથી પરિવારનો માહોલ શુભ અને મંગળમય રહેશે. સાંજના સમયે તમારાં ઘરે કોઇ ખાસ મહેમાનનું આગમન થઇ શકે છે, જેનાથી ધન ખર્ચ વધી શકે છે
મિથુન
આજે પરિવારના કોઇ સભ્યની પ્રગતિ જોઇ આશ્ચર્યચક્તિ રહી જશો. મહેનત અને લગનથી કોઇ પણ પરીક્ષામાં ભાગ લેશો તો તેમાં સફળતા ચોક્કસથી મળશે. નોકરીમાં બદલાવ માટે સમય ઉત્તમ છે.
કર્ક
આજે તમારી વ્યસ્ત દિનચર્યા છતાં પરિવારના વરિષ્ઠ સભ્યોની સેવા માટે સમય ફાળવી શકશો. સાંજના સમયે ઘરે મહેમાનનું આગમન થઇ શકે છે. સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર કરશો
સિંહ
આજે પાર્ટનરશિપમાં વેપાર દરમિયાન તમારાં પાર્ટનર પર વધારે ભરોસો નહીં કરવાની સલાહ છે, નહીં તો વિશ્વાસઘાત મળી શકે છે. સાસરી પક્ષમાં કોઇ વ્યક્તિને ઉધાર આપવાનું ટાળો.
કન્યા
આજે કાર્યક્ષેત્રે કેટલાંક બદલાવ કરવાથી ભવિષ્યમાં લાભ મળશે. વેપારમાં નફો મેળવવા માટે વધુ મહેનત કરશો. જીવનસાથી સાથે દૈનિક જરૂરિયાતો પર ચર્ચા કરશો. સાંજના સમયે શોપિંગ કરશો
તુલા
આજે કોઇ અગમ્ય ચિંતા રહી શકે છે. વ્યવસાયમાં વિરોધીઓ પરેશાન કરી શકે છે, તમારી બુદ્ધિ અને ચાતુર્યનો ઉપયોગ કરી તેમાંથી બહાર નિકળવાના પ્રયાસ કરવા જોઇએ. કેટલીક સમસ્યા વાસ્તવિક હશે
વૃશ્ચિક
આજે નિરાશાજનક વિચારોને મનમાં આવતા અટકાવો, ત્યારે જ લાભના અવસર ઓળખી શકશો. બિઝનેસમાં કોઇની સાથે વિવાદ થઇ શકે છે, જેનાથી માનસિક તણાવ પણ રહેશે.
ધન
આજે દિવસ દરેક મામલે શુભ રહેશે, તેમ છતાં દૈનિક કાર્યોમાં લાપરવાહી ના રાખો, નહીં તો મહત્વના કામ લાંબા સમય સુધી ટળી શકે છે. નવા વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફાયદો મળશે
મકર
આજે કોઇ વરિષ્ઠ સભ્યની મદદ માટે આગળ આવશો, કાર્યસ્થળે તમારાં અધિકારીઓ પ્રસંશા કરી શકે છે. સાસરી પક્ષ તરફતી સન્માનની પ્રાપિત થશે. રાજનીતિ સાથે જોડાયેલા જાતકો માટે દિવસ શુભ રહેશે
કુંભ
આજે નાની મોટી સમસ્યામાં પરિવારના સભ્યોનો સહયોગ મળશે, મંદ ગતિએ ચાલી રહેલા કામમાં ભાઇઓની મદદ મળશે. સાંજના સમયે પરિવારના સભ્યો સાથે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશો
મીન
આજે ભાગ્યનો સાથ મળશે, વેપારમાં પ્રગતિના નવા રસ્તા ખૂલશે, જેનાથી તમારાં કાર્યો સરળ બનશે. તેમ છતાં ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો. આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર કરશો, ધન ખર્ચ પણ થશે