40 મિનિટમાં 8.5 લાખ ફટાકડાં ફૂટ્યા! વોશિંગ્ટનમાં 'કોડ રેડ' એલર્ટ, હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી

40 મિનિટમાં 8.5 લાખ ફટાકડાં ફૂટ્યા! વોશિંગ્ટનમાં 'કોડ રેડ' એલર્ટ, હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી

અમેરિકાના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી બાદ વોશિંગ્ટન ડીસીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અહેવાલો મુજબ, અંદાજે 40 મિનિટમાં 8.5 લાખ જેટલા ફટાકડાં ફોડવામાં આવ્યા, જેના કારણે શહેરની હવાની ગુણવત્તા ઝડપથી બગડી ગઈ.

પ્રદૂષણનું સ્તર જોખમી સપાટીએ પહોંચતાં સ્થાનિક તંત્રએ 'કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ' જાહેર કર્યું છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, જ્યારે બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં N95 માસ્ક પહેરવાની પણ ભલામણ કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, આ ભવ્ય ફાયરવર્ક્સ કાર્યક્રમ 'ફ્રીડમ 250' સંસ્થાના આયોજન હેઠળ યોજાયો હતો અને તેમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

બીજી તરફ, ભારે ગરમી અને પ્રદૂષણ વચ્ચે નેશનલ મોલ વિસ્તારમાં સેંકડો લોકોએ તબીબી સારવાર લીધી, જ્યારે અનેક લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત બગડવાનું ચોક્કસ કારણ ગરમી હતું કે પ્રદૂષણ, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.