Advertisement

300% વળતરની લાલચ ભારે પડી, સુરતમાં વેપારી સાથે લાખોની સાયબર ઠગાઈ

300% વળતરની લાલચ ભારે પડી, સુરતમાં વેપારી સાથે લાખોની સાયબર ઠગાઈ

સુરત શહેરમાં સાયબર ઠગાઈના વધતા કિસ્સાઓ વચ્ચે અડાજણ વિસ્તારમાં એક જેમ્સ સ્ટોનના વેપારી સાથે લાખોની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી સાયબર ઠગ ટોળકીએ વેપારીને પોતાના જાળમાં ફસાવી મોટી રકમ પડાવી લીધી છે.

માહિતી મુજબ, ઠગોએ સોશિયલ મીડિયા મારફતે વેપારીનો સંપર્ક સાધી 300 ટકા સુધીનો નફો આપવાની લાલચ આપી હતી. શરૂઆતમાં વિશ્વાસ ઉભો કર્યા બાદ વેપારીએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹5.32 લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ જ્યારે નફો ઉપાડવાનો સમય આવ્યો ત્યારે ઠગોએ સંપર્ક તોડી નાખતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.

આ બનાવ અંગે વેપારીએ સુરત સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટની વિગતોના આધારે તપાસ શરૂ કરી છે અને આ મામલે સંકળાયેલા આંતરરાજ્ય ગેંગને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement