Advertisement

111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી: ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે શરૂ કર્યું સઘન વાહન ચેકિંગ

111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી: ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે શરૂ કર્યું સઘન વાહન ચેકિંગ


આણંદ, શુક્રવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયા મુજબ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026 નું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ યોજાનાર છે. ચૂંટણી ની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. 


જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ 111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જીજ્ઞા પટેલની નિમણૂક કરી છે. આ ઉપરાંત ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખવા માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં એફ એસ ટી ની ટીમ, એસએસટીની ટીમ, વીએસટી ની ટીમ અને વીવીટી ની દરેકની 03 ટીમો બનાવવામાં આવી છે. 


ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી શ્રી જીજ્ઞા પટેલના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ વિધાનસભા મત વિભાગમાં આવતા ત્રણ મુખ્ય એન્ટ્રી પોઇન્ટ ઉપર ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા આજે આકસ્મિક વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. 


ઉમરેઠ વિધાનસભા ચૂંટણીના ચૂંટણી અધિકારી શ્રી ના જણાવ્યા મુજબ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા નિયમિત ઉમરેઠ ના મુખ્ય ત્રણ એન્ટ્રી પોઇન્ટ ઉપર 24×7 વાહનોના આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે, અને ચૂંટણીના નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું. 


Advertisement